લો બોલો ભરૂચ હોમગાર્ડ ઑફિસ ના જિલ્લા સબ ઇન્સ્પેકટર લાંચના છટકામાં ભેરવાયા

0
651

પ્રાપ્ત વિગતો અનુસાર મદદનીશ નિયામક એસીબી વડોદરા ના પી.આર. ગેહલોટ ને મળેલ ફરિયાદ મુજબ ભરૂચ પોલીસ ઇન્સ્પેકટર પી ડી બારોટ એ મળેલ ફરીયાદના અનુસંધાને ભરૂચ હોમગાર્ડ્સ કચેરી ખાતે લાંચ માંગનાર હરેશકુમાર ટાભાભાઇ વાઢેર.ઉંમર વર્ષ 50 નોકરી જિલ્લા હોમગાર્ડ સબ-ઇન્સ્પેક્ટર રહેવાસી A/23 અમી દર્શન સોસાયટી વાઘોડિયા રોડ ,વડોદરા .દ્વારા આમોદ તાલુકાના પ્લાટૂંન સાર્જન્ટ હોમગાર્ડ પગાર બીલ બનાવતા હોય તેઓ પાસે આરોપીએ હોમગાર્ડના કુલ માણસો કરતાં વધારે માણસો કાગળ પર બતાવી તેના ખોટા બિલ બનાવી દર મહિને રૂપિયા 10 હજારની લાંચની માગણી કરેલ અને જો તેમ નહીં કરે તો ફરિયાદીને નોકરીમાં હેરાન કરી તેઓ દ્વારા રજૂ કરાયેલી આમોદ ખાતેના હોમગાર્ડના બીલો માં ભૂલો કાઢી પાસ નહીં કરે અને એમ કરવા માટે રૂપિયા 10 હજારની માંગણી કરેલ જેથી પોલીસ ઇન્સ્પેકટર પી ડી બારોટ નાઓ દ્વારા પંચોની હાજરીમાં છટકુ ગોઠવી આરોપીએ ભરૂચજિલ્લા હોમગાર્ડ ઓફિસમાં લાંચ ની રકમ સ્વીકારી લેતાં આબાદ ઝડપાઇ ગયો હતો. જે રકમ એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા રિકવર કરવામાં આવેલ અને આરોપી સામે ધોરણસર ની ફરિયાદ નોંધી આરોપી ને અટકા કરેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાના ઉપરી અધિકારીઓ જ જો આ પ્રમાણે લાંચની ભલામણ કરી નાના કર્મચારીને ભ્રષ્ટાચારી બનાવવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે નાના અધિકારીની દેખીતી રીતે આજની ઘટનાને દાદ આપવી ઘટે કે જેણે હિંમત કરી ઉપરી અધિકારીને ભ્રષ્ટાચારી સાબિત કરવાનો દાખલો પૂરો પાડ્યો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY