મુંબઈમાં રહેણાંક બિલ્ડિંગમાં આગ : શ્વાસ રૂંધાતા ૪ લોકોના મોત

0
12

મુંબઈ,તા.૨૨
શહેરના પરેલ વિસ્તારમાં હિંદમાતા સિનેમા પાસે આવેલા ક્રિસ્ટલ ટાવરના ૧૨મા માળે બુધવારે સવારે ૯ વાગ્યે ભીષણ આગ લાગી. ધૂમાડામાં શ્વાસ રૂંધાતા ચાર લોકોના મોત થયા છે. બીજી તરફ, તબિયત બગડતા ૧૬ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બિલ્ડિંગમાં ફસાયેલા લગભગ ૩૫ લોકોને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે.
ફાયર બ્રિગેડની ૧૪ ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. પહેલા એવું અનુમાન હતું કે આગ નાની છે અને તેની પર ઝડપથી કાબૂ મેળવી લેવાશે. જાકે, બાદમાં તેની તીવ્રતાનું સ્તરર બેથી વધીને ત્રણ કરી દેવામાં આવ્યું. ઉંચાઈના કારણે આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી સર્જાઈ. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી થયું.
ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું કે, ૧૨મા ફ્લોરની લિફ્ટ પાસેના એરિયામાં આગની સૌથી વધુ અસર થઈ છે. ઇલેક્ટ્રીક વાયરિંગમાં આગના કારણે આગ અને ધૂમાડો સમગ્ર ફ્લોરમાં ફેલાઈ, જેના કારણે ઉપરના ફ્લોરમાં રહેતા લોકો ફસાયા. હાલ અહીં ૧૪ ફાયર એન્જિન તહેનાત છે. આગ પર કાબૂ મેળવીને કુલિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
ઓફિશિયલે કહ્યું કે, બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા નહોતી કરવામાં આવી. તેના કારણે સંબંધિત લોકો સામે કેસ નોંધવામાં આવશે. બિલ્ડિગને અસુરક્ષિત હોવાનું જાહેર કરવામાં આવ્યું છે, ઉપરાંત લાઇટ અને પાણીનો સપ્લાય પણ હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY