બદલાયેલી હવાનો અંદાજ શરદ પવારને પહેલેથી જ આવી ગયો લાગે છેઃ ફડણવીસ

0
5

મુંબઇ,તા.૧૨
લોકસભાની ચૂંટણીમાં માઢા મતદાર સંઘમાંથી ચૂંટણી નહીં લડવાનો શરદ પવારનો નિર્ણય યુતિનો મોટો વિજય છે તેવો હુંકાર કરતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉમેર્યું હતું કે દેશમાં અને રાજ્યમાં નરેન્દ્ર મોદીની લહેરમાં સતત વધારો થઈ રહ્યો છે. વડા પ્રધાને એક વખત જણાવ્યું હતું કે બદલાયેલી હવાનો અંદાજ શરદ પવારને પહેલેથી જ આવી જાય છે આથી જ હારનો સામનો ન કરવો પડે તે માટે તેમણે ચૂંટણી લડવામાંથી પીછેહઠ કરી છે.
શરદ પવારે માઢા તેમ જ લોકસભાની ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી હતી, જેના જવાબમાં મુખ્ય પ્રધાને મરાઠા નેતા પર સરસંધાન તાકતાં પરાજયના ડરે પીછેહઠ કરવાનો આક્ષેપ કર્યો હતો. પવાર પુત્રી સુપ્રિયા સુળે બારામતીમાંથી તેમ જ અજીત પવારનો પુત્ર પાર્થ પવાર માવળમાંથી ચૂંટણી લડશે તેવી જાહેરાત તેમણે કરી હતી. અત્યાર સુધી શરદ પવાર ૧૪ વખત ચૂંટણી જીત્યા છે તેમ જ પરાજયના ડરે પોતે પીછેહઠ નથી કરતાં તેમ જણાવ્યું હતું તેમ જ એક જ કુટુંબમાંથી ત્રણ વ્યકિત ચૂંટણી લડે તે યોગ્ય ન હોવાનું જણાવી પોતે ચૂંટણી નહીં લડે તેમ પવારે ઉમેર્યું હતું. જોકે મરાઠા નેતાના આ નિર્ણયનો મુખ્ય પ્રધાને ઉત્તર આપતાં યુતિનો મોટો વિજય હોવાનું જણાવ્યું હતું. જાકે શરદ પવારે મોદીનું નામ લીધા વગર જણાવ્યું હતું કે હાલ દેશમાં કોઈની પણ લહેર દેખાતી નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY