મુંબઈ,તા.૧૩
ટોટલ ધમાલ બોક્સ ઓફિસ પર ખૂબ ધૂમ મચાવી રહી છે. ફિલ્મ ૧૮ દિવસમાં ૨૦૦ કરોડને પાર પહોંચી ગઇ છે. ફિલ્મની કમાણીને જો અલગ- અલગ જાઇએ તો ભારતમાં ૧૬૭.૫૪ કરોડ રુપિયા કમાયા છે. ત્યાં બહાર દેશોમાં ૪૩.૩૨ કરોડની કમાણી કરી. કુલ કમાણી ૨૦૦ કરોડ થઇ ચુકી છે.
ઈન્દ્રકુમારના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ ખૂબ પસંદ કરવામાં આવી છે. લોકોના પ્રશંસાથી બોક્સ ઓફિસ કલેક્શન સાફ નજર આવી રહ્યું છે. આ વર્ષની ચર્ચામાં રહેલી ફિલ્મોમાંથી એક રહી મર્ણિકર્ણિકાનું લાઇફ ટાઇમ કલેકશન ૯૨.૧૦ કરોડ હતું. ત્યાં ૮ મી માર્ચે રિલીઝ થયેલી ‘બદલા’ એ બોક્સ ઓફિસ પર ૩૬.૩૪ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
રણવીર સિંહનું ‘ગલી બોય’ હજુ પણ પ્રેક્ષકોની પસંદ છે. ફિલ્મે અત્યાર સુધીમાં ૧૩૭.૬૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ‘ગલી બોય’ એ પહેલા જ અઠવાડિયામાં ૧૦૦ કરોડ મેળવ્યા હતા. આ બાદ બીજા અઠવાડિયામાં આ આંકડો ૨૬.૮૦ કરોડ પહોંચી ગયો, ત્રીજા અઠવાડિયામાં ૮.૬૯ કરોડ અને ચોથા અઠવાડિયામાં ૧.૮૨ કરોડની કમાણી સાથે આંકડો ૧૩૭.૬૧ કરોડ થયો છે. ફિલ્મ ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



