મુંબઈ,તા.૧૫
મોખરાની અભિનેત્રી સોનમ કપૂરે કહ્યું હતું કે મારી એક લડકી કો દેખા ફિલ્મ જોયા પછી (મારા મિસ્ટર ) આનંદ આહુજા રડી પડયા હતા. એ જાઇને મને નવાઇ લાગી હતી.
‘એક લડકી કો દેખા ફિલ્મ આનંદે જાઇ ત્યારે એને બહુ ગમી હતી. એની આંખોમાં આંસુ આવેલા જાઇને મને નવાઇ લાગી હતી. મેં પૂછ્યું પણ ખરું કે શું થયું ? આંસુ કેમ આવ્યા ત્યારે એણે કહ્યું કે આ તો આનંદના આંસુ છે.. મને ફિલ્મ બહુ ગમી છે….’ એમ સોનમ કપૂરે કહ્યું હતું.
એણે ઉમેર્યું કે આનંદને બોલિવૂડની ફિલ્મો જોવાનું બહુ ગમે છે. એમાંય આમિર ખાન અને સલમાન ખાનને સાથે ચમકાવતી ફિલ્મ અંદાજ અપના અપના એની મોસ્ટ ફેવરીટ ફિલ્મ છે.
સોનમે કહ્યું કે મને આનંદે હવે કોમેડી ફિલ્મો કરવાનું સૂચન કર્યું હતું. પતિ તરીકે એ ખૂબ સપોર્ટિવ છે. મારા દરેક કામમાં એનો પૂરેપૂરો સહકાર હોય છે. અન્ય એક સવાલના જવાબમાં એણે કહ્યું કે આનંદને એક્ટિંગમાં તો ઠીક, ફોટો શૂટ કરાવવામાં પણ જરાય રસ નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





