મુંબઇ,તા. ૨૩
શેરબજારમાં આજે જારદાર તેજી જાવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૫૧ પોઇન્ટ ઉછળીને ૩૮૩૩૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૨ પોઇન્ટ ઉછળીને ૧૧૫૮૩ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ઇન્ટ્રા ડેની સોદાબાજી દરમિયાન બીએસઈ સેંસેક્સ ૩૮૪૮૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બીજી બાજુ નિફ્ટી ૧૧૬૨૧ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ફાર્મા કંપનીઓના શેરમાં તેજીનો દોર રહ્યો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં બાવન સપ્તાહની ઉંચી સપાટી જાવા મળી હતી. લ્યુપિન, સિપ્લા, કેડિલા, ડોક્ટર રેડ્ડી લેબ, સન ફાર્મા સહિતની કંપનીઓના શેરમાં ૧થી ૫ ટકા વચ્ચેનો ઉછાળો જાવા મળ્યો હતો. લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં ૨.૩૦ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. બોર્ડના ડિરેક્ટરોએ આજે મળેલી બેઠકમાં બાયબેકને મંજુરી આપી હતી. એશિયન શેરબજારમાં પણ આજે ઉથલપાથલ રહી હતી. ડોનાલ્ડ ટ્રમ્પની રાજકીય સ્થિતિને લઇને અડચણો ઉભી થઇ છે. અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ મુદ્દા ઉપર ખેંચતાણ ચાલી રહી છે. છેલ્લા ચાર કારોબારી સેશનમાં આરઆઈએલની માર્કેટ મૂડીમાં જારદાર તેજી જાવા મળી રહી છે. શેરબજારમાં આ સ્થિતિ હાલ અકબંધ રહે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઇ દ્વારા હાલમાં જ તેની નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરી હતી. જેમાં આરબીઆઇ દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિની મિટિંગના પરિણામ પહેલી ઓગષ્ટના દિવસે જાહેર કરવામાં આવ્યા હતા. તમામ અર્થશઓની ગણતરી મુજબ જ રિઝર્વ બેંકે તેના ચાવીરુપ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૫૦ ટકા થઇ ગયો છે જે બે વર્ષની ઉંચી સપાટી છે. રેપોરેટમાં સતત બીજી વખત વધારો કરવામાં આવ્યો હતો. જૂન મહિનામાં રેપોરેટમાં ચાર વર્ષથી વધુ સમયગાળાની અંદર પ્રથમ વખત વધારો કરવામાં આવ્યો હતો તે વખતે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થયો હતો. પહેલી ઓગષ્ટના દિવસે પોલિસી સમીક્ષાની બેઠકમાં રેપોરેટમાં વધુ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને હવે ૬.૫૦ થઇ ગયો હતો.આરબીઆઈએ તેના ભાગરુપે રેપોરેટની સાથે સાથે રિવર્સ રેપોરેટમાં પણ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ આ દર વધીને ૬.૨૫ ટકા થયો હતો. ક્રૂડ ઓઇલના ઉતારચઢાવ, મોનસુનની પ્રગતિ, વિદેશી રોકાણકારો દ્વારા રોકાણ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા માર્કેટની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા રહેશે. માર્કેટની દિશા નક્કી કરવામાં હવે મોનસુનની ભૂમિકા રહી શકે છે. મોનસૂનની પ્રગતિ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. ઓગસ્ટ-૨૦૧૮માં વરસાદ એલપીએના ૯૭ ટકાની આસપાસ રહી શકે છે. તેમાં ૯ ટકા પ્લસ માઈનસની શક્યતા રહેલી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




