આઇપીએલ ટી-૨૦માં સુરેશ રૈનાએ ૫ હજાર રન પૂરા કર્યા

0
6

મુંબઇ,તા.૨૪
સુરેશ રૈનાએ આઈપીએલની ૧૨મી સીઝનના પ્રારંભે જ શાનદાર રેકોર્ડ બનાવી દીધો છે. સુરેશ રૈનાએ ટીમ ઈÂન્ડયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીને પણ પાછળ પાડી દીધો છે.
ચેન્નઇ સુપરકિંગ્સના બેટ્‌સમેન સુરેશ રૈનાએ આઈપીએલમાં ૫ હજાર રન કરવાની સિદ્ધી મેળવી છે. તે પહેલો પ્લેયર છે જેણે આઈપીએલમાં ૫ હજાર રનના આંકડાને સ્પર્શ્યો છે. ૧૫ રન બનાવતાં જ સુરેશ રૈનાએ આઈપીએલમાં ૫ હજાર રન પૂરા થઈ ગયા. રૈના સૌથી પહેલા ૨ હજાર, ૩ હજાર રન બનાવનારો પ્લેયર પણ રહી ચૂક્્યો છે. ૪ હજાર રન કરવાની રેસમાં વિરાટ કોહલીથી પાછળ રહી ગયો હતો, પરંતુ ૫ હજાર રનના મામલે રૈનાએ વિરાટને પછાડી દીધો.
ધોની અને રૈનાની જાડી ઘણી જૂની છે. CSK અને ટીમ ઈન્ડિયામાં સાથે રમનારા રૈના ધોનીના નિકટતમ લોકો પૈકીનો એક છે. T-૨૦ સ્પેશલિસ્ટ મનાતો રૈના આઈપીએલમાં સૌથી વધુ રન કરનારો પ્લેયર છે. ચેન્નઇ માટે રૈના મહત્વનો ખેલાડી છે.
બેટિંગની સાથોસાથ રૈના અનેક અવસરે ઘાતક બોલર પણ સાબિત થયો છે. અનેક મોટી મેચોમાં ધોનીએ રૈનાને અચાનક બોલિંગ આપી અને રૈનાએ ધોનીને નિરાશ ન કરતાં તેને સફળતા અપાવી.
મિડલ ઓર્ડરમાં મજબૂત રૈના ટીમ માટે ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ્‌-૨૦ જેવા ઝડપી ગેમમાં ત્રીજા નંબરે બેટિંગ કરવા માટે ટીમો અનેક પ્લેયર્સને ટ્રાય કરે છે પરંતુ ચેન્નઈ માટે રૈનાએ આ જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY