‘છપાક’માં દીપિકાનો એસિડ એટેક સર્વાઇવર લુક રિલીઝ

0
6

મુંબઈ,તા.૨૫
મેઘના ગુલઝારની ખુબજ આતુરતા પુર્વક રાહ જાવાતી ફિલ્મ ‘છપાક’નું પહેલુ લુક પોસ્ટર રિલીઝ થઈ ચુક્્યુ છે. આ ફિલ્મ એટલે પણ ખાસ છે કેમકે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણનો લુક સામે આવ્યો છે. આ ફિલ્મ એસિડ એટેક પર આધારિત છે. પીડિત લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત આ ફિલ્મમાં દીપિકાનો જે લુક છે તે જાતા દર્શકો અવાચક રહી ગયા.
મેઘના ગુલઝાર એક એવું નામ જે પોતાના કામને લઈને એટલી કાળજી રાખે છે કે તેની દરેક ફિલ્મો સફળ થશે જ તે અમીટ છાપ ધરાવે છે. મેઘના ગુલઝાર એટલે દિગ્ગજ ગીતકાર એવા ગુલઝાર અને ખુબજ સફળ તેમજ અભિનયના ક્ષેત્રે એક સમયે જેનો દબદબો હતો એવા રાખી ગુલઝારની પુત્રી.
દીપિકા પાદુકોણે પહેલા પોસ્ટરને શેર કરતાં લખ્યુ છે કે, ‘માલતી એક એવું પાત્ર જે મારી સાથે હંમેશા રહેશે.’ ફોટાઓમાં દીપિકા પાદુકોણને ઓળખવી અશક્ય છે એ રીતનો તેનો લુક છે. ફિલ્મ છપાક ૧૦ જાન્યુઆરી ૨૦૨૦ રિલીઝ થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY