મુંબઇ,તા.૧
શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સામાને આપેલા એક ઈન્ટરવ્યુમાં રામ મંદિરનો મુદો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, અયોધ્યામાં ભગવાન રામના મંદિરનુ કામ આગળ વધારવામાં નહીં આવે તો હું ફરીવાર અયોધ્યાની મુલાકાતે જઈશ. આ પહેલા ઉદ્ધવ અનેકવાર તેઓ રામ મંદિરનો મુદો ઉઠાવી ચુક્વ્યા છે.
નવેમ્બર, ૨૦૧૮માં ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યાની મુલાકાત કરી હતી. જ્યા તેમણે ભગવાન રામના દર્શન કર્યા હતા. તેમણે અયોધ્યાની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું કે, હું ઉંઘી રહેલા કુંભકર્ણને જગાડવા આવ્યો છું. આ ઉપરાંત ઉદ્ધવે ઈન્ટરવ્યુમાં પીએમ મોદીનો ઉલ્લેખ કરતા જણાવ્યુ હતુ કે, પીએમ મોદી વધુ એક કાર્યકાળ માટે પીએમ બનવા જઈ રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





