મુંબઈ,તા.૪
આવતા વર્ષે ઇદ વીકમાં બોક્સ-ઓફિસ પર અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ અને સલમાન ખાનની ‘ઇન્શાઅલ્લાહ’ વચ્ચે જંગ જામશે એમ જણાતું હતું. જાકે, લેટેસ્ટ રિપોટ્ર્સ અનુસાર આ જંગને ટાળવામાં આવે એવી શક્્યતા છે. કેમ કે, રોહિત શેટ્ટી તેની ‘સૂર્યવંશી’ને ઇદ વીકમાં રિલીઝ કરવાનો પ્લાન પડતો મૂકે એવી શક્્યતા છે.
એક લેટેસ્ટ રિપોર્ટ અનુસાર સંજય લીલા ભણસાળીની ‘ઇન્શાઅલ્લાહ’ સાથે ટકરાવવાની રોહિતની કોઈ ઇચ્છા નથી. એટલા માટે તે કદાચ રિલીઝ ડેટ ચેન્જ કરી શકે છે. એક સોર્સે કહ્યું હતું કે, ‘રોહિત અને અક્ષય કુમારે તેમની ‘સૂર્યવંશી’ને આવતા વર્ષે ઇદ વીકમાં રિલીઝ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે સલમાન ઇદ વીકમાં ‘ઇન્શાઅલ્લાહ’ લઈને આવી રહ્યો છે ત્યારે ક્લેશને ટાળવામાં આવશે. ‘સૂર્યવંશી’ને સહેલાઈથી બીજી કોઈ રિલીઝ ડેટ મળી જશે.’
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




