મુંબઈ,તા.૨૧
શિવસેનાનું કહેવું છે કે કોંગ્રેસ પ્રમુખ વિરોધ પક્ષો તરફથી વડાપ્રધાન પદ માટેના મજબુત દાવેદાર છે. એનડીએમાં મુખ્ય ઘટક શિવસેનાનું માનવું છે કે રાહુલ ગાંધી બદલાઇ ચુકયા છે અને તે મોદીનો મુકાબલો કરવા માટે સક્ષમ છે. એટલે વિપક્ષ માટે તે પીએમ પદના ઉમેદવાર તરીકે એક સારો વિકલ્પ છે.
પત્રકારો સાથે વાતચીત દરમ્યાન રાજયસભામાં શિવસેનાના નેતા સંજય રાઉતે કહયું કે ૨૦૧૪ વાળા રાહુલ ગાંધી હવે ૨૦૧૯માં નથી. હવે રાહુલ દેશનાં નેતા બની ચુકયા છે. જે રીતે ત્રણ રાજયોના પરિણામો આવ્યા છે તેના લીધે રાહુલ માટે દેશનો વિચાર બદલાયો છે. તે મોદીજીને ટક્કર આપી રહયા છે. આજે લોકો તેમને સાંભળવા અને જાવા ઇચ્છે છે. હાલમાં જ પ્રમુખે તેમને વડા પ્રધાન પદના ઉમેદવાર ગણાવ્યા તો સહયોગી દળોમાં ગણગણાટ શરૂ થઇ ગયો હતો.
શિવસેના ભલે કેન્દ્ર સરકારમાં શામેલ હોય, પણ ૨૦૧૪માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જ તેનું ગઠબંધન તુટી ગયું હતું. શિવસેના એના માટે ભાજપાને જવાબદાર ગણે છે. એટલે જ તે એકલા હાથે ચંટણી લડવાનો નિર્ણય કરી ચુકી છે. રાઉતે કહયું કે શિવસેના કાર્યકારિણી એકલા હાથે ચૂંટણી લડવાના નિર્ણય પર મક્કમ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



