ભારતના જેરેમી લાલરિન્ન્ગાએ એશિયન વેટલિફ્ટિંગ ચેમ્પિયશશિરમાં શાનદાર પ્રદર્શન
મુંબઇ,તા.૨૧
ભારતના જેરેમી લાલરિન્ન્ગાએ રવિવારે એશિયન વેટલિફ્ટિંગ ચેમ્પિયશશિપમાં જોરદાર પ્રદર્શન કરતાં રેકોર્ડ તોડ વજન ઉઠાવ્યું છે. તેણે પુરુષોના ૬૭ કિલો ભા વર્ગની ગ્રુપ બીમાં ત્રણ પ્રયાસોમાં ૧૩૦ અને ૧૩૪ કિલો ક્લીન વજન ઉઠાવ્યું. આ કારનામાના કારણે તેણે યૂથ અને વર્લ્ડ અને એશિયન રેકોર્ડ ધ્વસ્ત કરી દીધો. આ પ્રદર્શનના કારણે તેણે બીજું સ્થાન મેળવ્યું છે.
આ પહેલા પણ આ કેટેગરીમાં રેકોર્ડ જેરેમીના નામે જ હતો. આ વર્ષની શરૂઆતમાં તેણે ૧૩૧ કિલો વજન ઉઠાવ્યું હતું. ૧૬ વર્ષના આ યુવા વેટલિફ્ટરે ક્લીન એન્ડ જર્કમાં બે સફઇ પ્રયાસોમાં ૧૫૭ અને ૧૬૩ કિલો વજન ઉઠાવ્યું. આ વજન તેના શરીરનું બેગણું છે. આ પ્રદર્શન દ્વારા જેરેમીએ કઝાકીસ્તાનના સેખાન તાઈસુયેવના રેકોર્ડને તોડ્યો જેણે ૧૬૧ કિલો વજન ઉઠાવ્યું હતું. ભારતના જેરેમીએ કુલ ૨૯૭ કિલો વજન (૧૩૪+૧૬૩ કિલો) ઉઠાવ્યું. તેની આગળ પાકિસ્તાનના તલ્હા તાલિબ રહ્યો જેણે કુલ ૩૦૪ (૧૪૦+૧૬૪ કિલો) વજન ઉઠાવ્યું હતું.
૧૬ વર્ષની જેરેમીનું આ વ્યક્તિત્વ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે અને ફેબ્રુઆરીમાં EGAT cupમાં ઉઠાવેલા ૨૮૮ કિલો વજનથી ૯ કિલો વધુ છે. તે સમયે તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.
વર્તમાન પ્રતિયોગીતાના પરિણામોની જાહેરાત ગ્રુપ એકની પ્રતિસ્પર્ધા પૂરી થયા બાદ કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટ ગોલ્ડ લેવલની ઓલિમ્પિક ક્વાલિફાઇંગ ઇવેન્ટ છે. તેનાથી મળનારા પોઇન્ટની ગણતરી ટોક્્યોમાં ૨૦૨૦ માટે જાહેર થનારી ફાઇનલ રેન્કિંગના સમયે કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




