વાછરડાને બચાવવા જતા ટેન્કર ફંગોળાઈને ઊંધું ફરી ગયું, ઘટના સીસીટીવીમાં કેદ

0
6

જુનાગઢ,તા.૨૨
માર્ગો પર અબોલ પશુઓના અનેક અકસ્માતો થતાં હોય છે. વાહન ચાલકો અબોલ પશુ વચ્ચે આવી જતાં અકસ્માત સર્જીને ફરાર થઈ જતાં હોય છે. પરંતુ અહીં એક એવી ઘટના સામે આવી છે. જેમાં એક અબોલ પશુને બચાવવા માટે ટેન્કર ચાલક પોતાનો જીવ જાખમમાં મુકી દે છે.
આ ઘટના છે જૂનાગઢના મેંદરડા રોડ પરની, જ્યાં નાની ખોડિયાર નજીક રોડ ક્રોસ કરી રહેલા વાછરડાને બચાવવા માટે દૂધના ટેન્કર ચાલકે શોર્ટ બ્રેક મારી.
જાકે તેના કારણે ટેન્કર સ્લીપ માર્યું અને આખું ટેન્કર ફરીને ઉંધી દિશામાં ફરી ગયું. આમ ટેન્કર ચાલક અભય જાડેજાએ ગૌવંશને બચાવવા માટે પોતાનો જીવ જાખમમાં મુકી દીધો અને એક અબોલ પશુનો જીવ બચાવ્યો.
આપને જણાવી દઇએ કે, તો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે એક વાછરડું રોડ ક્રોસ કરી રહ્યું છે. તે સમયે સામેથી ટેન્કર આવી રહ્યું છે. જાકે વાછરડું વચ્ચે આવી જતાં ટેન્કર ચાલક બ્રેક મારે છે અને ટેન્કર ફંગોળાઈને આખુ ગોળ ફરી જાય છે. અંતે વાછરડાનો જીવ બચી જાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY