શેરબજારમાં નજીવો ઘટાડો : સેન્સેક્સ ૩૬ અંક માઇનસ

0
6

મુંબઇ,તા.૩૦
દિવસના અંતે શેરબજારમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ -૩૫.૭૮ અંક એટલે કે ૦.૦૯૨% ઘટીને ૩૯,૦૩૧.૫૫ પર અને નિફ્ટી -૬.૫૦ અંક એટલે કે ૦.૦૫૫% ઘટીને ૧૧,૭૪૮.૧૫ પર માર્કેટ બંધ થયું છે.
આજે ભારતીય શેરબજારોની શરૂઆત નીચા મથાળે થઇ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે સેન્સેક્સ ૬૦.૩૧ અંકના ઘટાડા સાથે અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે નિફ્ટી ૨૭.૨૦ અંકના ઘટાડા સાથે ખૂલ્યુ હતુ.
સેન્સેક્સ ખૂલતાની સાથે જ ૩૯૦૦૭.૦૨ની સપાટી પર ટ્રેડ થયો હતો. તો નિફ્ટી ૧૧૭૨૭.૫૦ની સપાટી પર ટ્રેડ થઇ રહી હતી. પ્રીઓપન દરમ્યાન સેન્સેક્સ ૨૭.૬૦ અંક વધીને ૩૯૦૯૪.૯૩ની સપાટી પર હતો. જ્યારે નિફ્ટી ૪.૭૦ અંક ઘટીને ૧૧૭૫૦ પર હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો ડોલર સામે રૂપિયો ૧૭ પૈસા વધી ૬૯.૮૪ની સપાટી પર હતો. આની પહેલાં ડોલરની સરખામણીમાં રૂપિયો ૭૦.૦૧ પર બંધ રહ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY