પ્રિયંકા ચોપરાએ તેની ભાભીને ઇન્સ્ટા પરથી અનફોલો કરી નાખી..!!

0
20

મુંબઈ,તા.૩
ગત ૨૭ ફેબ્રુઆરીએ થયેલી રોકા સેરેમની બાદ પ્રિયંકા ચોપરાએ આખા પરિવારે સિદ્ધાર્થ ચોપરાની થનારી પત્ની ઇશિતા કુમારનું સ્વાગત કર્યું હતું. હવે ખબર આવી રહી છે કે સિદ્ધાર્થ અને ઇશિતા વચ્ચે કઇ બરાબર નથી.
રિપોટ્‌ર્સ અનુસાર ઇશિતાએ સૌથી પહેલા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી લગ્નની તસવીરો ડિલીટ કરી દીધી. જેમા રોકા સેરેમનીની તસવીરો પણ સામેલ છે. જ્યારે પ્રિયંકા અને સિદ્ધાર્થે પણ ઇન્સ્ટાગ્રામ પર ઇશિતાને અનફોલો કરી દીધી છે અને એવું લાગી રહ્યું છે કે ઇશિતાએ પણ તેનું એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે.
એવી ખબરો આવી હતી કે સિદ્ધાર્થ અને ઇશિતા એપ્રિલના અંત સુધી લગ્ન કરી લેશે. તે બાદ રિપોટ્‌ર્સમાં જણાવવામાં આવ્યું કે ઇશિતાની એક ઇમરજન્સી સર્જરી થઇ છે અને કારણથી વેડિંગને પોસ્ટપોન કરી દીધા છે.
ઇશીતાએ અચાનકથી તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી દીધું. એટલું જ નહીં. તેને સિદ્ધાર્થની સાથે તેની દરેક તસવીરો પણ હટાવી લીધી. હવે આવનાર સમયમાં ખબર પડશે કે લગ્ન પાછળની આખી કહાની શું છે. કારણકે ન પ્રિયંકા અને ન માતા મધુ ચોપરાએ તેમના ઇસ્ટાગ્રામથી ઇશિતાની કોઇપણ તસવીર ડિલીટ કરી નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY