ખાતરી છે ભારત સેમી ફાઇનલમાં તો પહોંચશે જઃ વેન્ગસરકર

0
5

મુંબઈ,તા.૭
ભૂતપૂર્વ ભારતીય સુકાની દિલીપ વેન્ગસરકરનું એવું માનવું છે કે ૩૦મી મેએ ઇંગ્લૅન્ડમાં શરૂ થનારી વન-ડેની વર્લ્ડ કપ સ્પર્ધા જીતવાનો વિરાટ કોહલીના સુકાનવાળી ભારતીય ટીમને બહુ જ સારો મોકો છે.
વિશ્ર્વકપમાં ભારતની પ્રથમ મૅચ પાંચમી જૂને સાઉથ આફ્રિકા સામે સાઉધમ્પ્ટનમાં રમાશે.
વેન્ગસરકરે કહ્યું હતું કે ‘મને ખાતરી છે કે ભારત સેમી ફાઇનલમાં તો પહોંચશે જ. આપણા ખેલાડીઓમાં પુષ્કળ ક્ષમતા અને કાબેલિયત છે અને બધા જ પ્લેયરો પૂરા ફાર્મમાં છે.’
મુંબઈ ક્રિકેટ એસોસિયેશને ટી-ટ્‌વેન્ટી મુંબઈ લીગની જાહેરાત કરી એ વખતે વેન્ગીએ આ નિવેદનો આપ્યા હતા. આ સ્પર્ધા ૧૪મી મેએ શરૂ થશે અને વેન્ગસરકર આ લીગના મેન્ટર છે.
ભૂતપૂર્વ સુકાની સુનીલ ગાવસકરે મુંબઈના પ્લેયરો માટેની આ સ્પર્ધાને હવે પછી આઇપીએલની સિઝનની પહેલાં રાખવાની વિનંતી કરી હતી. સચિન તેન્ડુલકરે કહ્યું હતું કે મુંબઈના ખેલાડીઓમાં ભરપૂર ટૅલન્ટ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY