અમરાવતી,તા.૨૫
ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમ તરફથી ડેબ્યૂ કરનાર હનુમા વિહારીએ સગાઈ કરી લીધી છે. હનુમાએ પોતાની મિત્ર અને ફેશન ડિઝાઈનર પ્રીતિરાજ યેરુવા સાથે સગાઈ કરી હતી. બંનેની સગાઈ હૈદરાબાદમાં થઈ હતી. હનુમા વિહારીએ ઇંસ્ટાગ્રામ ઉપર સગાઈનો ફોટો શેર કર્યો હતો.
ઇંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર વિહારીએ અડધી સદી ફટકારી હતી. આ મેચમાં તેણે ૩ વિકેટ પણ ઝડપી હતી. તે પ્રથમ ઇનિંગ્સમાં ૫૬ અને બીજી ઇનિંગ્સમાં શૂન્ય રને આઉટ થયો હતો. હનુમા હૈદરાબાદ રણજી ટીમનો સુકાની પણ રહી ચુકવ્યો છે.
હનુમાને વિશ્વાસ છે કે ઇંગ્લેન્ડમાં કરેલા પ્રદર્શનના દમ પર તેને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં સ્થાન મળશે. હવે તે સંપૂર્ણ ધ્યાન ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીની તૈયારીઓ પર લગાવી રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




