ઈરફાન ખાને મીડિયાને લખી ઈમોશનલ પોસ્ટ, ‘ધીરજ તથા પ્રેમ માટે આભાર’

0
5

મુંબઈ,તા.૯
બોલિવૂડ એક્ટર ઈરફાન ખાન લંડનમાં ન્યૂરો એન્ડ્રોક્રાઈન ટ્યૂમર બીમારીની સારવાર કરાવીને માર્ચ મહિનામાં ભારત આવી ગયો છે. ઈરફાન ખાન હાલમાં રાજસ્થાનમાં હિંદી ફિલ્મ ‘અંગ્રેજી મીયમ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન ઈરફાન ખાને મીડિયા માટે એક ઈમોશનલ નોટ ફેસબુક પર લખી છે.
ઈરફાને ફેસબુકમાં એક લાંબી પોસ્ટ લખી છે. આ પોસ્ટ મુજબ, ‘મીડિયામાં રહેલા મારા મિત્રોને પ્રેમ સાથે.. છેલ્લાં કેટલાંક મહિનાઓ ધીમે-ધીમે ઠીક થવાની સફરમાં થાક સામે લડતા, ફિલ્મી તથા વાસ્તવિક દુનિયાનો સામનો કરવામાં પસાર થયા તમે જે રીતે મારી ચિંતા કરી, તે મને ખ્યાલ છે. મને એ પણ ખબર છે કે તમે મારી વાત અને મારી સફરને તમારી સાથે શૅર કરવાની અપીલ કરી હતી પરંતુ હું મારી જાતને હજી થોડો સમય આપવા માંગુ છું, જેથી મને ખ્યાલ આવે કે હું ક્યાં પહોંચ્યો છું. નાના-નાના પગલાંઓથી આગળ વધી રહ્યો છું અને પ્રયાસ કરું છું કે તબિયતના આ સુધારાને તથા કામને એક કરી દઉં.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY