‘લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ’નું ઓપનિંગ ‘આર્ટિકલ ૧૫’ના સ્ક્રીનિંગથી થશે

0
7

મુંબઈ,તા.૧૧
લંડનમાં યોજાતા મહત્વના ફિલ્મ ફેસ્ટિવલ ‘લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ’માં દુનિયાભરના મહેમાનો આવે છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ઇન્ડિયન ફિલ્મોને બતાવવામાં આવે છે. આ વર્ષના ૧૦મા ‘લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ’ એડિશનની ઓપનિંગ નાઈટ પર જ આયુષ્માન ખુરાના સ્ટારર ‘આર્ટિકલ ૧૫’ ફિલ્મનું સ્ક્રીનિંગ થશે. નવાઝુદ્દીન સિદ્દકી અને સાન્યા મલ્હોત્રા સ્ટારર ફિલ્મ ‘ફોટોગ્રાફ’નું પણ આ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ થવાનું છે. ‘ફોટોગ્રાફ’ ફિલ્મનું સ્ક્રીનિંગ ફેસ્ટિવલની ક્લોઝિંગ નાઈટ પર થશે. ૧૦મા ‘લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ’માં અનુરાગ કશ્યપ, રાધિકા આપ્ટે સહિત ઘણા સેલેબ્સ હાજરી આપવાના છે.
‘બર્ગી ફાઉન્ડેશન’ અને ‘બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ’ના સપોર્ટ દ્વારા આ ૧૦મો ‘લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ’ યોજાઈ રહ્યો છે. આ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત ૨૦૧૦થી થઇ હતી.
‘મુલ્ક’ ફેમ ડિરેક્ટર અનુભવ સિન્હાની આ ફિલ્મ આર્ટિકલ ૧૫ ઇન્વેસ્ટિગેશન ડ્રામા છે. ફિલ્મમાં આયુષ્માનની સાથે ઈશા તલવાર, મનોજ પાહવા, સયાની ગુપ્તા, કુમુદ મિશ્રા, આશિષ વર્મા ચમકશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY