ઉમર કો પ્યાર સે ક્યા લેના દેના હૈ,..?!! : રકુલ પ્રીત

0
7

મુંબઈ,તા.૧૩
હોનહાર અભિનેત્રી રકુલ પ્રીત સિંઘે કહ્યું હતું કે પ્રેમ તો પ્રેમ છે. એને નાતજાત કે ઉંમર સાથે શી લેવાદેવા છે ? બે મન મળે તો ઉંમર વચ્ચે આવતી નથી.
અજય દેવગણ સાથે એ પ્રિયપાત્ર તરીકે એક ફિલ્મમાં ચમકી રહી છે. અજય દેવગણ લગભગ પચાસ વરસના છે અને તમે ૨૬ વર્ષના છો. તો આ રોલ સ્વીકારતી વખતે તમને ખંચકાટ ન થયો ? એવા સવાલના જવાબમાં રકુલ બોલી રહી હતી. એણે કહ્યું કે પ્રેમમાં ઊંચ-નીચ, નાતજાત, ભાષા-કોમ કે ઉંમર વચ્ચે આવતી નથી. ‘વાસ્તવ જીવનમાં જે જાવા મળે છે એના પરથીજ સ્ક્રીપ્ટ રાઇટર્સ પોતાની સ્ટોરી તૈયાર કરે છે. વચ્ચે ઊભયલિંગી લોકોના અધિકારોની લડતની વાત હતી ત્યારે લેખકોએ દોસ્તાના જેવી ફિલ્મ લખી હતી. અત્યારે પ્રેમમાં પડેલા ઉંમર જોતાં નથી એવા વિચાર પર આધારિત ફિલ્મ બને તો એમાં ખોટું શું છે ? બોલિવૂડમાં પણ તમને એવી જોડી જોવા મળશે જેમાં બંનેની ઉંમર વચ્ચે સારો એવો ફરક હોય’ એમ રકુલે કહ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY