મુંબઈ,તા.૧૭
અંદાજે ૨૦ વર્ષી સુધી ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીઝ પર રાજ કરનાર સીરિયલ સીઆઈડીના ફેન્સ માટે ખુશખબર છે. અહેવાલ છે કે સીઆઈડીની ટીમ ફરી એક વખત ટીવી પર કમબેક કરી શકે છે. સીઆઈડી વર્ષ ૨૦૧૮માં ઓફ એર થઈ ગઈ હતી ત્યારથી ફેન્સ ઘણાં ઉદાસ હતા. એેવામાં આ અહેવાલ એસીપી પ્રદ્યુમ્ન અને દયાના ફેન્સ માટે સારા સમાચાર લઈને આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતમાં સૌથી લાંબા સમય સુધી ચાલનાર ટીવી શો ‘સીઆઈડી’ના કેટલાંક કલાકારો એક નવા શોમાં સાથે કામ કરશે. નવો શો પોલીસ પર આધારિત હશે અને તેમાં કેટલીક પર્સનલ સ્ટોરી પણ હશે. આ શોમાં દયાનંદ શેટ્ટી (ઈન્સ્પેક્ટર દયા), આદિત્ય શ્રીવાસ્તવ (ઈન્સ્પેક્ટર અભિજીત) તથા અંશા સૈયદ (ઈન્સ્પેક્ટર પૂર્વી) જાવા મળશે.
૨૦૧૮માં શોના પ્રોડ્યૂસર્સે જાહેરાત કરી હતી કે ૨૮ ઓક્ટોબરથી ‘સીઆઈડી’ નાનો બ્રેક લેશે અને નવા કેસ સાથે નવી સિઝન લઈને આવશે. ચેનલે કહ્યું હતું કે ૨૦ વર્ષ પૂરા કર્યાં બાદ ‘સીઆઈડી’ સોની ચેનલ પર સૌથી લાંબો ચાલતો શો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



