મુંબઈ,તા.૨૮
પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સ્ટારર એક્શન ફિલ્મ ‘સાહો’ને મ્યુઝિક કમ્પોઝર શંકર એહસાન લોયની ત્રિપુટીએ છોડી દીધી છે. ફિલ્મ છોડવા માટેનું કારણ હજુ બહાર આવ્યું નથી. તેમણે ટ્વીટ કરીને આ વાતની જાણ કરી હતી. ફિલ્મનું પ્રભાસનું પોસ્ટર રિલીઝ થયું ત્યારબાદ શંકર એહસાન લોયે આ જાહેરાત કરી હતી. ફિલ્મના લેટેસ્ટ પોસ્ટરમાં શંકર એહસાન લોયનાં નામ પણ નહોતાં. તે કારણે તેમણે આ ફિલ્મ છોડી કે કોઈ બીજું કારણ છે તે હજુ બહાર પડ્યું નથી. તેમણે ટ્વીટ કર્યું કે, ‘અમે અમારા ફેન્સને જણાવવા માગીએ છીએ કે શંકર એહસાન લોયે સાહોનું મ્યુઝિક કમ્પોઝ ન કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે. અમે પ્રભાસ, સુજીતને ફિલ્મ માટે શુભેચ્છા આપીએ છીએ.’
ફિલ્મ આ વર્ષે ૧૫ ઓગસ્ટે રિલીઝ થવાની છે. ફિલ્મના ડિરેક્ટર સુજીત છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં પ્રભાસ, શ્રદ્ધા સાથે નીલ નીતિન મુકેશ, અર્જુન વિજય અને જેકી શ્રોફ સામેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




