દેશમાં નવી સરકાર જાહેરાત ન કરે પરંતુ કામ કરે : શિવસેના

0
7

મુંબઇ,તા.૩
ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ મોદી સરકારને જીડીપી અને બેરોજગારી મુદ્દે ફરીવાર ઘેરી છે. પાર્ટીએ પોતાના મુખપત્ર સામનામાં ભાજપને સલાહ આપતા જણાવ્યુ કે, દેશમાં નવી સરકાર જાહેરાત ન કરે પરંતુ કામ કરે. શિવસેનાએ જણાવ્યુ કે, સરકારે દર વર્ષે બે કરોડ યુવાઓને રોજગાર આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ રોજગારીનું લક્ષ્ય પુરૂ કરવામાં સરકારને સફળતા મળી નથી. જેથી તમામ મુદ્દા પર નહેરૂ-ગાંધી પરિવાર પર દોષનો ટોપલો ઢોળવો અયોગ્ય છે.
દેશમાં આર્થિક વિકાસની ગતિ મંદ પડી છે. આકાશ ફાટ્યુ છે. જેથી આકાશની સિલાઈ કેવી રીતે કરવી તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. સામનામાં વધુમાં જણાવવામાં આવ્યુ કે, દેશમાં બેરોજગારીનું સંકટ છે. છેલ્લા ૪૫ વર્ષમાં બેરોજગારીના આંકડામાં વધારો થયો છે. જેમનો સ્વિકાર ખુદ સરકારે કર્યો છે. એક તરફ સરકાર દાવો કરી છે કે દેશમાં અર્થવ્યવ્થા તેજી સાથે આગળ વધી રહ છે. પરંતુ વાસ્તવિકતા એવી છે કે, દેશમાં વિકાસ દર સતત ઘટી રહ્યો છે. જે ચિંતાજનક બાબત છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY