‘મેન્ટલ હે ક્યા’માં રાજકુમાર કરતા ઓછા સીન મળતા કંગના નારાજ

0
5

મુંબઈ,તા.૭
હાલ બોલીવુડની ખુબસુરત અભિનેત્રી કંગના રનૌત તેની આગામી ફિલ્મ મેન્ટલ હે ક્યાના શૂટિંગમાં ખુબજ વ્યસ્ત છે. પોસ્ટરથી ટાઈટલ સુધી આ ફિલ્મ સતત વિવાદોમાં રહી છે. કેટલાક રિપોર્ટસ અનુસાર મણિકર્ણિકાની જેમજ આ ફિલ્મને ડિરેક્ટ કરવાની જવાબદારી કંગનાને ઉપાડવી હતી અને આ જ કારણે તે આ ફિલ્મના કેટલાક સીનને ફરીથી ફિલ્માવા માગે છે.
આ સમાચારને લઈને ફિલ્મ ડિરેક્ટર પ્રકાશ કોવેલામુદીએ જણાવ્યુ કે આ માત્ર એક અફવાહ છે. કંગના તરફથી આવી કોઈ વાત થઈ નથી. કહેવાઇ રહ્યું છે કે કંગના તેની દરેક ફિલ્મમાં એટલો બધો ચંચુપાત કરે છે કે તેની સાથે કામ કરનારા લોકો ત્રસ્ત થઈ જાય છે હાલ તો એવી વાતો સામે આવી રહી છે કે ફિલ્મમાં પોતાના રોલને લઈને કંગના ખુશ નથી અને કેટલાક દૃશ્યોને ફરીથી ભજવવાનું વિચારી રહી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર કંગનાએ આ ફિલ્મના કેટલાક ફુટેજ જાયા હતા અને ભડકી હતી. કંગનાનું માનવુ છે કે આ ફિલ્મમાં તેના કો સ્ટાર રાજકુમાર રાવને વધારે સીન ફાળવવામાં આવી રહ્યા છે. આજ કારણથી કંગના નારાજ છે અને કેટલાક સીનને ફરીથી ભજવવાની જીદ કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY