મુંબઈ,તા.૧૦
૫૯ વર્ષનો વીર સાથીદાર કોર્ટ નામની નેશનલ એવોર્ડ જીતનારી ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે. તેણે એક ઈન્ટરવ્યુમાં હાલમાં ખુલાસો કર્યો કે, કોર્ટ રિલિઝ થઈ એનાં ચાર વર્ષ થઈ ગયા અને ફિલ્મે નેશનલ એવોર્ડ પણ જીત્યો છે. એટલું જ નહીં પણ આ ફિલ્મે એકેડમી એવોર્ડ માટે ઓફિશયલ એન્ટ્રી પણ મેળવી. પરંતુ આ બધાથી મારી જિંદગીમાં કોઈ બદલાવ નથી આવ્યો.
પરંતુ તેમણે કહ્યું કે તે આ વાતથી નારાજ નથી. તે આ વાતનો સ્વીકાર કરે છે. તે કહે છે કે, કેટલાય લોકોની હાલત મારાથી પણ ખરાબ છે. હું લખાણ અને લેક્ટર લઈને પૈસા કમાઈ લઉ છું. કે જેનાં લીધે થોડા દિવસોનું ગુજરાન ચાલી જાય. દોસ્તનાં બાબુલખેડામાં એક ભાડાના ઘરમાં રહું છું. તેણે આગળ કહ્યું કે મને મારી પત્ની બીજાનાં ઘરમા કામ કરવા જાય એનું ખુબ દુખ થાય છે. હું અત્યારે તો મકાનનું ભાડુ દેવામાં પણ અસમર્થ છું તો મિત્રો મદદ કરે છે.
નાગપુરથી ૩૦ કિલોમીટર દુર એક આંગળવાડીમાં આ એક્ટરની પત્ની કામ કરે છે. કામકાજ પુરૂ થયા બાદ તે ત્યાં જ ક્યાંક રોકાય જાય છે કારણ કે એના સિવાય કોઈ રસ્તો નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



