મુખ્ય સચિવ મારપીટ કેસ : કેજરીવાલ સહિત ૧૩ ધારાસભ્યોને મળ્યા જામીન

0
7

ન્યુ દિલ્હી,તા.૨૫
દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ પર કથિત હુમલાના મામલે દિલ્હીની કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા તથા આપના અન્ય ધારાસભ્યોને જામીન આપી દીધાં છે. દિલ્હીના મુખ્ય સચિવ અંશુપ્રકાશને કથિત રીતે માર મારવાના મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અન્ય ૧૩ આરોપીઓ ગુરૂવારે કોર્ટમાં હાજર થયા હતા. ગત સુનાવણીમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મુખ્ય સચિવ અંશુ પ્રકાશને કથિત મારપીટના મામેલ મુખ્યમંત્રી કેજરીવાલ,મનિષ સિસોદિયા સહિત ૧૩ ધારાસભ્યો વિરૂદ્ધ સમન જાહેર કર્યાં હતા.
દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશે આરોપ લગાવ્યો હતો કે ૧૯ અને ૨૦ ફેબ્રુઆરીની મધ્યરાત્રીએ મુખ્યમંત્રી કેજરીવાલે તેમને પોતાના ઘરે એક બેઠક માટે બોલાવ્યાં હતા. તે સમયે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને ૧૩ આપના ધારાસભ્યો પણ હાજર હતા.
આરોપ મુજબ બેઠક દરમિયાન આપના ધારાસભ્યોએ મુખ્ય સચિવ અંશુ પ્રકાશે તેમની વાત ન માનતા ગાળો આપી અને મારપીટ કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY