અમદાવાદ,તા.૨૭
આજથી અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને કચ્છથી મુંબઈ તરફ જતી તમામ ટ્રેન એક કલાકથી વધુ સમય માટે મોડી પડશે. મુંબઈ નજીક આવેલા સફાળે રેલવે સ્ટેશન પાસે મેગા બ્લોક જાહેર કરાતાં મુંબઈ તરફ જતી તમામ ટ્રેન મોડી થશે.
મેગા બ્લોકના કારણે જાધપુર-બાંદ્રા ટ્રેન મુંબઈ પહોંચવાના બદલે સુરતથી જ રિટર્ન કરી દેવાશે જ્યારે ફ્લાઈંગ રાણી ટ્રેન કાલે એક દિવસ રદ રહેશે. આ બ્લોકના કારણે મુંબઈથી આવતી ટ્રેન પણ મોડી પડશે.
ગુજરાત એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, બાંદ્રા-ઉદયપુર એક્સપ્રેસ, બાંદ્રા ભૂજ એક્સપ્રેસ, અગસ્ત ક્રાંતિ એક્સપ્રેસ, બાંદ્રા-ભૂજ એક્સપ્રેસ, રાણકપુર એક્સપ્રેસ, ગરીબરથ એક્સપ્રેસ સહિતની ટ્રેન મોડી પડશે.
આ ઉપરાંત રેલવેતંત્ર દ્વારા દિવાળી તહેવારોના પગલે ટ્રેનના ભાડામાં ફ્લેક્સી ફેર નહીં વસૂલવા માટેની દરખાસ્ત મુકવામાં આવી છે, જેને ટૂંક સમયમાં મંજૂરી મળી જશે. તેથી તેનો લાભ રેલ મુસાફરોને મળશે. દિવાળી વેકેશન દરમિયાન ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યા વધુ હોય છે.
તેથી તહેવારોમાં મુસાફરોના લાભ માટે ફ્લેક્સી ફેર નહીં વસૂલવાની દરખાસ્ત વિધિવત્ રીતે રેલવેબોર્ડને મોકલી આપવામાં આવી છે, જેમાં તહેવારો દરમિયાન મુસાફરોને બમણાથી ત્રણ ગણા ફ્લેક્સી ફેર ચૂકવવામાં રાહત મળી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



