વિવાદ બાદ હાર્કિક-રાહુલે વધુ આત્મવિશ્વાસ સાથે મેદાન પર ઉતરવુ પડશેઃ રાહુલ દ્રવિડ

0
8

મુંબઇ,તા.૨૭
એક ટેલિવિઝન શોમાં મહિલાઓ વિશે આપેલા નિવેદન પર લોકોની ટીકાઓનો સામનો કરી રહેલા સ્ટાર ક્રિકેટર હાર્દિક પાંડ્યા અને લોકેશ રાહુલ પર હવે ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન રાહુલ દ્રવિડે પોતાનો મંતવ્ય આપ્યો છે. રાહુલનું માનવું છે કે આ વિવાદ બાદ બન્ને ખિલાડી વધુ સારા આત્મવિશ્વાસ સાથે મેદાન પર ઉતરશે અને પ્રદર્શનમાં વધુ સારો દેખાવ કરશે.
રાહુલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે,‘હું માનું છું કે અત્યાર સુધી આ બન્ને ખિલાડીઓએ પોતાના રમતની સીમા પ્રાપ્ત કરી નથી અને હાલના વિવાદ બાદ બન્ને વધુ સારી રીતે પ્રદર્શન કરશે અને એક ખિલાડીના ભાગરૂપે પોતાના આત્મવિશ્વાસ વધારો કરી મેદાન પર ઉતરશે.
તેમને બતાવી દઈએ કે થોડા દિવસો પહેલા ફિલ્મ નિર્માતા કરણ જાહરના શો ‘કોફી વિથ કરણ’માં આ બન્ને ખિલાડીઓએ મહિલા વિરૂદ્ધ આપત્તિજનક નિવેદન આપ્યા હતા. જેના પછી વિવાદ વધતા બીસીસીઆઈએ આ બન્ને ખિલાડીઓ પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂક્્યો બતો. પરંતુ એ પ્રતિબંધ હાલ હટાવવામાં આવ્યો છે અને બન્ને ખિલાડી હવે ક્રિકેટ મેચ રમી શકે છે. દ્રવિડે કહ્યું કે,‘આ બન્ને ખિલાડીઓએ આ વિવાદને ભૂલી હવે આગળ વધવું જાઇએ અને પોતાના પ્રદર્શન અને રમત પર ધ્યાન આપવું જોઈએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY