મુંબઇ,તા.૧
આજે માર્કેટમાં ભારે ચઢાવ ઉતાર જાવા મળ્યો હતો બજેટ રજૂ થતા પહેલા માર્કેટમાં કડાકો હતો પણ જેવુ નાણાંમંત્રી પિયૂષ ગોયલે બજેટ રજૂ કરતા તરતજ શેરમાર્કેટમાં ઉછાળો જાવા મળ્યો હતો. શેરબજારમાં સેન્સેક્સમાં ૨૧૨.૭૪ પોઈન્ટનો ઉછાળો થતા ૩૬૪૬૯.૪૩ની સપાટી પર તો નિફ્ટી ૬૨.૭૦ પોઈન્ટની તેજી સાથે ૧૦૮૯૩.૬૫ સ્તર પર પહોંચ્યુ હતુ.
સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે જારદાર તેજી જાવા મળી હતી. ખપત સાથે જાડાયેલા શેરોમાં જારદાર ખરીદારી જાવા મળી હતી. આ સિવાય રિયલ્ટી અને ઓટો શેરોમાં જારદાર ઉછાળો જાવા મળ્યો હતો. નિફ્ટીના ઓટો ઈન્ડેક્સમાં તમામ શેરોમાં ખરીદારી જાવા મળી હતી.
દિગ્ગજ શેરોની વાત કરીએતો મિડ કેપ અને સ્મોલકેમના શેરોમાં જારદાર ખરીદી જાવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં ૧.૩૬ ટકાનો ઉછાળો થયો હતો. અને ૧૪,૭૬૦ના સ્તર પર પહોંચ્યો હતો તો બીએસઈના સ્મોલકેપ શેરોમાં જારદાર ખરીદી જાવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં ૧.૩૬ ટકાના ઉછાળા સાથે ૧૪૦૬૫ની નજીક પહોંચ્યો હતો.
બેન્કીંગ શેરોમાં સારી ખરીદારી જાવા મળી હતી બેન્ક નિફ્ટીમાં ૨૭૪૭૫ પર કારોબાર કરી બંધ રહ્યો હતો. આજના કારોબારમાં મીડિયા અને મેટલ શેરોને છોડીને નિફ્ટીના તમામ મુખ્ય ઈન્ડેક્સમાં વધારો જાવા મળ્યો હતો.
નિફ્ટીના ઓટો ઈન્ડેક્સમાં ૪.૮૮ ટકા રિયલ્ટી ઈન્ડેક્સમાં ૩.૬ ટકા, ફાર્મા ઈન્ડેક્સમાં ૧.૧ ટકા, એફએમસીજીમાં ૨.૧ ટકા અને આઈટી ઈન્ડેક્સમાં ૦.૮૩ સાથે કારોબાર કરી બંધ થયો હતો. જા કે મેટલ શેરોમાં જારદાર કડાકો બોલ્યો હતો. નિફ્ટીનો મેટલ ઈન્ડેક્સ ૨.૫ ટકા તૂટ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



