આદમ લેવિન્સે ચાલુ પ્રોગ્રામે શર્ટ કાઢી નાખતા ટ્રોલ થયો

0
10

મુંબઈ-લોસ એન્જલ્સ,તા.૫
અમેરિકન ગાયક આદમ લેવિન્સે તાજેતરમાં સલમાન ખાનવાળી કરી હતી અને એક સ્ટેજ પ્રોગ્રામમાં ચાલુ પ્રોગ્રામે પોતાનું શર્ટ કાઢીને હવામાં ફંગોળી દીધું હતું.
જા કે એના હજ્જારો ચાહકો આ પગલાથી નારાજ થયા હતા અને સોશ્યલ મિડિયા પર લેવિન્સની આકરી ટીકા થઇ હતી. કેટલાક લોકોએ ૨૦૦૪માં જેનેટ જેક્સનના શોમાં થયેલી આવી ઘટનાને યાદ કરી હતી. જા કે એ ઘટનામાં જેનેટે પોતે શર્ટ કાઢ્યું નહોતું પણ એને વોર્ડરોબ માલફંક્શન ગણાવાયું હતું. મિડિયાએ એ ઘટનાને નીપલગેટ કહીને એની ટીકા કરી હતી અને સીબીએસ નેટવર્કને આકરો દંડ ભરવાની સજા કરવામાં આવી હતી.
એનએફએલ સુપર બાલ હાફટાઇમ શો દરમિયાન આ ઘટના બની હતી. સાથોસાથ પહેલીવાર કાર્ટુન પાત્ર સ્પોંજબાબે સ્ટેજ પર કેમિયો કર્યો હતો. હાજર રહેલા સૌએ કાર્ટુનના કેમિયોને બિરદાવતાં લેવિન્સની ઝાટકણી કાઢી હતી.
સોશ્યલ મિડિયાની વાત બાજુ પર રાખીએ તો શોમાં હાજર રહેલા સૌએ લેવિન્સને તાળીઓ પાડીને, સિસોટી વગાડીને તેમજ હો હા કરીને બિરદાવ્યો હતો એમ પિપલ ડાટ કોમના એક રિપોર્ટમાં જણાવાયું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY