મુંબઈ,તા.૯
અમેઝોન પ્રાઇમ, નેટફિલક્સ અને તેના જેવા અન્ય ઓનલાઇન વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મના કામકાજ પર સરકાર નિયંત્રણ નહીં કરે, દિલ્હી હાઇકોર્ટે આ અંગે જાડાયેલી ગેર સરકારી સંસ્થા જસ્ટિસ ફોન રાઇટ્સ ફાઉન્ડેશનની અરજીને ઠૂકરાવી દીધી છે. વાત એમ છે કે અરજીમાં ઓનલાઇન પ્લેટફોર્મના કામકાજને નિયંત્રિત કરવા માટે સરકાર તરફથી દિશા-નિર્દેશ તૈયાર કરવાની માગ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે સૂચના તથા પ્રસારણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારીના આધારે અરજી ઠૂકરાવી દીધી છે.
કોર્ટે પહેલા જ મંત્રાલયને સ્પષ્ટ કર્યું હતું કે તે નોટિસ જાહેર નથી કરી રહ્યું. માત્ર સરકાર પાસે અરજી પર તેમની પ્રતિક્રિયા માગવામાં આવી રહી છે. મુખ્ય જજ રાજેન્દ્ર મેનન અને ન્યાયમૂર્તિ વી કે રાવની અધ્યક્ષતાવાળી ખંડપીઠને મંત્રાલયે જણાવ્યું કે ઓનલાઇન પ્લેટફોર્મને મંત્રાલયને કોઇપણ પ્રકારના લાયસેન્સ લેવાની જરૂર નથી.
અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ઓનલાઇન વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અશ્લીલ અને ધાર્મિક ભાવનાને અસર કરતું કન્ટેન્ટ પરોસે છે. જે આઇટી એક્ટનું ઉલ્લંઘન પણ છે. અરજીમાં જણાવાયું કે આ સમાજ અને પરીવાર માટે પણ ખૂબ જ ઘાતક છે. સરકારની પાસે આ અંગે સ્પષ્ટ ગાઇડલાઇન નથી. ઉલ્લેખનીય છે કે ઓનલાઇન પ્લેટફોર્મ પર દેખાતી સીરિયલ્સ અને અનેક સીરિઝ પર આરોપ લાગી ચુકવ્યા છે કે નબળા દિશા નિર્દેશોનો ફાયદો ઉઠાવી ઉત્તેજક દ્રશ્યો અને વિવાદાસ્પદ સંવાદ દેખાડવામાં આવી રહ્યાં છે. આ પહેલા દિલ્હી હાઇકોર્ટમાં નેટફિલક્સની સીરિઝ સેક્રેટ ગેમ્સ પર પ્રતિબંધ લગાવવાની પણ અરજી કરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




