માધુરીના રાજકારણ પ્રવેશ મામલે આવ્યો અટકળોનો અંત

0
7

મુંબઈ,તા.૮
બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત નેને લોકસભાની ચૂંટણી લડવાની છે એવા સમાચાર હતા પણ આ મામલે માધુરીના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી દીધી છે. માધુરીના પ્રતિનિધિએ કહ્યું છે કે આ અહેવાલ ખોટો અને કાલ્પનિક છે. હકીકતમાં રિપોર્ટમાં કહેવાયું છે કે માધુરી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની ટિકિટ પર પુણેથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ વર્ષે જૂનમાં માધુરીના મુંબઈ સ્થિત ઘરે મુલાકાત કરી હતી. શાહે એ સમયે પાર્ટીના ‘સંપર્ક ફોર સમર્થન’ અભિયાન અંતર્ગત મુંબઈ પહોંચ્યા હતા. શાહે આ દરમિયાન અભિનેત્રીને નરેન્દ્ર મોદી સરાકારની ઉપલ્બધિઓથી અવગત કરાવી હતી.
રાજ્યના એક વરિષ્ઠ ભાજપી નેતાએ જણાવ્યું કે, માધુરીનું નામ પૂણે બેઠક માટે પસંદ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, પાર્ટી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં માધુરી દીક્ષિતને ઉમેદવાર બનાવવા અંગે ગંભીરતાથી વિચાર કરી રહી છે. અમારૂ માનવું છે કે પૂણે લોકસભા બેઠ એમના માટે યોગ્ય છે. ભાજપ નેતાએ કહ્યું કે, પાર્ટી લોકસભા ચૂંટણીને લઇને ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયામાં છે અને દીક્ષિતનું નામ પુણે બેઠક માટે પસંદ કરવામાં આવ્યું છે. આ અંગે ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY