અક્ષય કુમાર શહીદોના પરીવારને ૫ કરોડ રૂપિયાની મદદ કરશે

0
7

મુંબઈ,તા.૧૮
જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ પર થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલામાં ૪૦ જવાનો શહીદ થવા પર આખા દેશ જ નહીં બોલીવુડમાં પણ ભારે ગુસ્સો અને રોષ જાવા મળી રહ્યો છે. દેશભર અને બોલીવુડમાંથી શહીદોના પરીવારોને આર્થિક મદદ પણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં અમિતાભ, સલમાન સહિતના અભિનેતાઓ મદદનો હાથ લંબાવી ચુક્યા છે. જેમાં હવે વધુ એક નામ પણ જોડાઈ ગયું છે.
બોલીવુડના ખેલાડી અક્ષય કુમારે આ હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો છે. હંમેશા દેશના સૈનિકોના સમર્થન અને મદદ માટે અવાજ ઉઠાવનારા સુપરસ્ટાર અભિનેતા અક્ષય કુમારે હુમલાના શહીદોના પરીવારને ૫ કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે.
પોતે મદદ કરવાની સાથો સાથ અક્ષય કુમારે દેશના નાગરીકોને પણ મદદ માટે આગળ આવવા પ્રોત્સાહિત કર્યા છે. તેમણે ટ્વિટ કરી કહ્યું છે કે – પુલવામા હુમલાને આપણે ક્્યારેય ના તો ભુલી શકીએ કે ના તો ભુલીશું. આપણા સૌકોઈમાં ગુસ્સો છે અને આ સમય કંઈક કરી છુટવાનો છે. માટે હવે કાર્યવાહી કરવી જાઈએ. પુલવામાના શહીદોને દાન આપવામાં આવે. તેમને સમ્માન આપવા અને મદદ કરવાનો આનાથી વધારે યોગ્ય ઉપાય બીજા કોઈ નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY