આજે સીઓએને લઇ બેઠક મળશે,વિદેશ-ગૃહ મંત્રાલય આપશે સલાહ
મુંબઇ,તા.૨૧
પાકિસ્તાન દ્વારા પ્રેરિત આતંકવાદી હુમલાઓના કારણે હવે ભારતે વેપાર બાદ ક્રિકેટના મેદાનમાં પણ પાકિસ્તાનનો બહિષ્કાર કરવાની કવાયત હાથ ધરી છે. સૂત્રોના મુજબ, BCCI આગામી ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને બાકાત કરવાની ICC સમક્ષ માંગણી મૂકી શકે છે. આગામી શુક્રવારે મળનારી COAની બેઠકમાં ભારત પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં મેચ રમશે કે નહીં તેના અંગે ચર્ચા કરશે.
પ્રાપ્ત જાણકારી મુજબ, અગાઉ વિદેશ મંત્રાલય અન ગૃહ મંત્રાલય સાથે ચર્ચા કરાશે. આ સલાહ બાદ બીસીસીઆઈ અને સીએઓ પાકિસ્તાન વર્લ્ડ કપમાં રમવું કે નહીં તે અંગે ચર્ચા કરશે.
જમ્મુ કાશ્મીરના પુવવામા જિલ્લામાં ૧૪મી ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર ફિદાયીન હુમલો થયો હતો. આ હુમલામાં દેશના ૪૨ જવાનો શહીદ થયા હતા, જ્યારે આ હુમલા બાદ ભારતીય સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના સંયુક્ત આૅપરેશનમાં હુમલાના ૧૦૦ કલાકની અંદર ખીણમાંથી જૈશ-એ-મોહમ્મદના બે કમાન્ડરને ઠાર મારવામાં આવ્યા હતા.
દેશભરમાં આ હુમલા બાદ પાકિસ્તાન સામે રોષનો માહોલ છે. ઠેર ઠેર પાકિસ્તાનનો વિરોધ થઈ રહ્યો છે, આ સ્થિતિમાં ક્રિકેટના મેદાનમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરી ભારત વૈશ્વિક મંચ પર પાકિસ્તાનને ખુલ્લુ પાડવા માગે છે. જાણકારોના મતે જો ભારત પાકિસ્તાનની મેચ ન યોજાય તો આયોજકો અને એડવર્ટાઇઝરોને મોટો ફટકો પડે તેવી શક્યતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




