બોલો…મહારાષ્ટ્રના અહેમદનગરમાં ભાજપ, એનસીપી અને બસપાએ મિલાવ્યા હાથ

0
5

મુંબઈ,તા.૩૦
મહારાષ્ટ્રના અહમદનગર મેયર ચૂંટણીમાં રાકાંપા અને બસપાના સમર્થનથી ભાજતની જીત પછી કોંગ્રેસમાં બેચેની છવાઈ છે. તેમજ આ જ પ્રદ્ધતિનું રાજ્યસ્તરે પુનરાવર્તન કરવામાં આવશે તેવી સંભાવના જાવા મળી રહી છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અશોક ચૌહાણ દેશથી બહાર છે, જ્યારે પાર્ટીએ આ ઘટનાક્રમ પર સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપી નથી. ૩૭ મત સાથે ભાજપના બાબા સાહેબ વાકલ અહમદમનગરના મેયર તરીકે ચૂંટાયા હતા.
૬૮ સભ્યોની મ્યુનિસિપલ સંસ્થામાં બીજેપીની ફક્ત ૧૪ બેઠકો હતી, પરંતુ રાકાંપાએ ૧૮ બહુજન સમાજ પાર્ટીના ૪ અને ૧ સ્વતંત્ર કાઉન્સિલરના તરફેણમાં મતદાન કર્યું હતું. ત્યાં શિવસેના ૨૪ સીટની સાથે મ્યુનિસિપલ સંસ્થાઓની સૌથી મોટી પાર્ટી છે. કોંગ્રેસના ૫ સભ્યો મતદાનમાં અનઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસના એક અધિકારીએ જણાવ્યું કે, અહમદનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રાકાંપાનું પગલું પક્ષના રાજ્ય નેતૃત્વ દ્વારા આશીર્વાદરૂપ હતું. કોંગ્રેસના કાર્યકારી અધિકારીએ જણાવ્યું કે, જ્યાં સુધી પક્ષ સ્થાનિક નેતાઓ સામે પગલા લેશે નહી ત્યાં સુધી તેની વિશ્વસનીયતા શંકાસ્પદ રહેશે. તેમણે કહ્યું કે, આ પદ્ધતિનું રાજ્યસ્તરે પણ પુનરાવર્તન કરી શકાય છે. તે દરમિયાન રાકાંપાના રાજ્યવડા જયંત પાટિલે કહ્યું કે, ભાજપની સાથે જવાનો સ્થાનિય નેતાઓનો નિર્ણય અસ્વીકાર્ય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY