પ્રિયંકા ચોપડાની ફિલ્મ’ધ સ્કાય ઇઝ પિંક’ ૧૧ આૅક્ટોબરે રિલિઝ થશે

0
6

મુંબઇ,તા.૨૧
બોલિવૂડની સુંદર અભિનેત્રી પ્રિયંકા ચોપડા તેની ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડાની સાથે ફરહાન અખ્તર મુખ્ય ભૂમિકામાં જાવા મળશે. હવે આ ફિલ્મની રિલીઝ તારીખ સામે આવી છે. પ્રિયંકા ચોપડાની ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ ની કહાની મોટિવેશનલ સ્પીકર આયશા ચૌધરીના જીવન પર આધારિત છે.
પ્રિયંકા ચોપડાની ફિલ્મ સોનાલી બોસે દિગ્દર્શિત કરી છે. પ્રિયંકા સોનાલી સાથે પહેલી વાર કામ કરી રહી છે. પ્રિયંકા ચોપડા આ પહેલા ઝોયા અખ્તરની ફિલ્મ ‘દિલ ધડકને દો’ માં જાવા મળી હતી.
પ્રિયંકા ચોપડા ત્રણ વર્ષ બાદ બોલિવૂડમાં પરત ફરી રહી છે. જ્યારે આ ફિલ્મમાં આયેશાની ભૂમિકા જાવા મળશે. પ્રિયંકાની ફિલ્મ “ધ સ્કાય ઇઝ પિંક” ૧૧ ઓક્ટોબરે રજૂ થશે.
આ પહેલા પ્રિયંકાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસવીર શેર કરી છે જે આ વાતનો પુરાવો આપે છે કે સોનાલી બોસની ફિલ્મને પ્રિયંકાએ લીલી ઝંડી આપી દીધી છે. જે તસવીર પ્રિયંકાએ શેર કરી હતી તે એક ફિલ્મની સ્ક્રિપ્ટની લાગે છે. જેનાં પર ’ધ સ્કાય ઇઝ પિંક’ની સાથે કેપ્શન લખ્યું હતુ.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY