ન્યુ દિલ્હી,તા.૯
કેન્દ્ર સરકાર ટેલીગ્રામ મેસેન્જર એપ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહેલ છે. સુરક્ષા એજન્સીઓએ આ એપની અવૈદ્ય ગતિવિધિઓમાં ઉપયોગ થવાનાં સંબંધમાં સરકારને સાવધ કર્યા છે.
કડક ઇંક્રિપ્શનને લઇ આ મેસેન્જર પર થનારી વાતચીતને સુરક્ષા એજન્સીઓને ચોકીદારી કરવામાં મુશ્કેલી આવી રહી છે. આને જાતા રશિયા અને ઇરાન ટેલીગ્રામ એપ પર પ્રથમ પ્રતિબંધ લગાવી ચૂકેલ છે.
ટેલીગ્રામ નામની એપ લગભગ વોટ્સએપ્ની હરોળમાં જ છે કે જેને આધારે બે વ્યક્તિ મેસેજને આધારે વાતચીત કરી શકે છે. ઇલેક્ટ્રોનિક અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય દેશનાં વિભિન્ન ભાગોમાં વોટ્સએપ્ની બે નોટીસો મોકલી દીધેલ છે કે જેનો જવાબ વોટ્સએપ પ્રશાસન તરફથી આપવામાં આવેલ છે.
ત્યાં બીજી બાજુ ફજીર્ મેસેજાની સાવધાનીને માટે સરકારની પૂરી સહાયતા કરવા માટે તૈયાર છે. આઇટી મંત્રાલયનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર ટેલીગ્રામનાં મામલામાં પણ સરકાર પહેલા નોટિસ મોકલીને ચેતવણી દેવા ઇચ્છતી હતી. પરંતુ સુરક્ષા એજન્સીઓ તરફથી અવૈદ્ય ગતિવિધિઓ અને બે દેશોમાં આ એપ પર પ્રતિબંધ લગાવવાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




