નક્કર પ્રતિભા હોય એનેજ લોંચ કરું છું : સલમાન ખાન

0
5

મુંબઈ,તા.૨૩
સુપર સ્ટાર સલમાન ખાને કહ્યું હતું કે હું જે વ્યક્તિમાં ખરેખર નક્કર પ્રતિભા હોય એને જ લોંચ કરું છું. ગમે તેને લોંચ કરતો નથી. પોતાના બેનર તળે બનનારી ફિલ્મ નોટબુકમાં એ પોતાના દોસ્ત ઇકબાલના પુત્ર ઝહીરને લોંચ કરી રહ્યો છે. અત્યાર અગાઉ સલમાને કેટલાક કલાકારોને પહેલી તક આપી હતી.
ઝહીર વિશે બોલતાં એણે કહ્યું કે ઝહીર સાવ દૂધ પીતું બાળક હતો ત્યારથી હું એને ઓળખું છું. એના પિતા સાથેનો મારો સંબંધ વરસો જૂનો છે. ઝહીરની પ્રતિભા મેં જાતે જોઇ છે એટલે એને તક આપી રહ્યો છું.
નોટબુકના ટ્રેલર લોંચિંગ પ્રસંગે સલમાને કહ્યું કે હું કોઇને મદદ કરતો નથી. હું તો નક્કર પ્રતિભા હોય એવા કલાકારોને પહેલી તક આપું છું. એમને પ્લેટફોર્મ પૂરું પાડું છું. યોગ્ય પ્રતિભાને તક આપવામાં કશું ખોટું નથી. એ સહાય પણ નથી, માત્ર પ્રતિભાની કદર છે. ભૂતકાળમાં મને પણ કોઇએ તક આપી હતી ત્યારે આજે હું આ સ્થાને પહોંચ્યો છું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY