મુંબઈ,તા.૨૭
અર્જુન કપૂર અને પરિણિતી ચોપરાને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ સંદીપ ઔર પિન્કી ફરાર બેમુદત મુલતવી રહી હોવાની જાણકારી મળી હતી.
અગાઉ પણ એક કરતાં વધુ વખત આ ફિલ્મની રિલિઝ ડેટ બદલવામાં આવી હતી. છેલ્લી જાહેરાત મુજબ આ ફિલ્મ માર્ચની પહેલીએે રજૂ થવાની હતી. પરંતુ લેટેસ્ટ જાહેરાત મુજબ હવે ફિલ્મની રજૂઆત બેમુદત મુલતવી રાખવામાં આવી હતી.
અર્જુન પરિણિતીની જેમ ડાયરેક્ટર દિબાકર બેનરજીને પણ એક હિટ ફિલ્મની તાતી જરૃર છે. દિબાકરે એવો દાવો કર્યો હતો કે ફિલ્મ હાલ પોસ્ટ પ્રોડક્શન તબક્કામાં છે અને કામ પૂરું થયે અમે નવી રિલિઝ ડેટ જાહેર કરીશું.
જો કે આ ફિલ્મના નિર્માતાના પ્રતિનિધિની વાત માનીએ તો આ બંને કલાકારોની નમસ્તે ઇંગ્લેંડની બોક્સ આૅફિસ પર જે સ્થિતિ થઇ એ જોતાં સંદીપ ઔર પિન્કી ફરાર ફિલ્મ વહેલી રજૂ થવાની કોઇ શક્યતા નથી.
નમસ્તે ઇંગ્લેંડ ભૂંડે હાલે પટકાઇ પડી હતી. એને કારણે અર્જુન અને પરિણિતીની કારકિર્દીને પણ સહેલાઇથી ભરપાઇ ન થઇ શકે એવું નુકસાન થયું હતું. સંદીપ ઔર પિન્કી ફરારના સર્જક યશ રાજના આદિત્ય ચોપરા હવે કોઇ જાખમ લેવા તૈયાર નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




