પરીક્ષાથી ડરો નહીં, નિર્ભયતા કેળવોઃ એ આર રહેમાન

0
8

મુંબઈ,તા.૨૭
ઓસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાને વાર્ષિક પરીક્ષાના ડરનો શિકાર બની જતાં સ્કૂલનાં બાળકો માટે એક સંગીતમય વિડિયો ક્લીપ બનાવી હોવાનું જાણવા મળ્યું હતું.
ફિયરલેસ સોંગ્સ નામના પોતાના પ્રોજેક્ટના ભાગ રૂપે રહેમાને આ વિડિયો ક્લીપ તૈયાર કરી હતી જેમાં સ્કૂલમાં ભણતા બાળકોનો આત્મવિશ્વાસ ડગી ન જાય એ માટે સરળ અને સાંભળવા ગમે એવા શબ્દો ધરાવતાં ગીતો રજૂ કરાયાં છે. હાલ રેપ સોંગના નામે જે પ્રયોગો થઇ રહ્યા છે એવોજ આ પણ એક પ્રયોગ છે.
દાખલા તરીકે અંગ્રેજી વ્યાકરણથી ડરતાં બાળકો માટે રહેમાને પોતાના કંઠમાં ગાયેલા ગીતના શબ્દો છે-‘ફિકર મત કરો…’ આ ગીતમાં રહેમાન અંગ્રેજીના શિક્ષક તરીકે રજૂ થાય છે અને અંગ્રેજી ગ્રામરની કેટલીક વાતો યાદ રાખવાની ટ્રીક આ ગીતમાં દેખાડે છે.
આવું જ એક ગીત બંગાળી ભાષાને લગતું છે તો બીજાં બે ત્રણ ગીતો અન્ય વિષયોની વાત કરે છે. રહેમાને અઘરા લાગતા વિષયોનો ડર ભગાડે એવા શબ્દોમાં ગીતો તૈયાર કરાવ્યા છે.
માર્ચ અને એપ્રિલ મહિનો એટલે પરીક્ષાના મહિના. એ દિવસોમાં બાળકો અને એમનાં માતાપિતા સૌની નીંદર વેરણ થઇ જતી હોય છે. ચોમેર ટેન્શનનું વાતાવરણ છવાઇ જાય છે. એવા સમયે આ ગીતો થોડી હળવાશ લાવશે એમ રહેમાન માને છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY