મોદીની નેતાગીરી વિશે કોઈએ પણ શંકા કરવી ન જાઈએઃ બાબા રામદેવ

0
6
NEW DELHI, INDIA - MARCH 23: BJP prime ministerial candidate Narendra Modi and yoga guru Baba Ramdev during a 'Yoga Mahotsav' at Ramlila Maidan on March 23, 2014 in New Delhi, India. Modi accused the Congress of creating problems for Baba Ramdev and said the yoga guru was fighting it out on his own strength. (Photo by Arvind Yadav/Hindustan Times via Getty Images)

મોદી વૉટ-બેન્કનું રાજકારણ રમે એવા લોકોમાંના નથી
મુંબઈ,તા.૧૩
યોગગુરુ બાબા રામદેવે કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નેતાગીરી અને નીતિઓ વિશે કોઈએ શંકા કરવી ન જાઈએ.
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપના પરાજયે આંચકો સર્જ્યો છે ત્યારે રામદેવે પીએમ મોદી વિશે આ નિવેદન કર્યું છે.
રામદેવે પોતાના સંબોધનમાં કહ્યું કે નરેન્દ્ર મોદી વોટ-બેન્કનું રાજકારણ રમે એવા લોકોમાંના નથી. શું મોદીએ ચૂંટણી વચનોનું પાલન કર્યું છે ખરું? એવા સવાલના જવાબમાં રામદેવે કહ્યું કે હું આવા રાજકીય સવાલોના જવાબ આપીને મુસીબત વહોરી લેવા માગતો નથી, કારણ કે એને તમારે કિંમત ચૂકવવી પડે. હું માત્ર એટલું કહીશ કે મોદીની નેતાગીરી, એમના ઈરાદા અને એમની નીતિઓ વિશે કોઈએ પણ શંકા કરવી ન જાઈએ.
રામદેવે કહ્યું કે મોદીએ રાષ્ટ્રઘડતરની ૧૦૦ જેટલી મોટી યોજનાઓ શરૂ કરાવી છે અને એ ક્્યારેય વોટ-બેન્કનું રાજકારણ રમ્યા નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY