મુંબઇ,તા.૨
કોંગ્રેસ નેતા સંજય નિરુપમે શનિવારે ટિવટ કરીને કહ્યુ કે, હવે એક રૂમ રસોડાનાં દિવસો ગયા, મુંબઈનાં લોકો હવે એક બેડરૂમ અને હોલમાં રહેશે. આ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો વાયદો છે. તમામને ૫૦૦ સ્ક્વેર ફૂટનું ઘર મફતમાં મળશે. કોંગ્રેસને જીતાડો, ૧BHK મેળવો. અમે ઝુપડપટ્ટીવાસીઓનું જીવન સુધારવાનો સંકલ્પ કર્યો છે.
રાહુલે મુંબઈની એક સભામાં જાહેરાત કરી હતી કે, કેન્દ્રમાં સત્તા આવ્યાનાં ૧૦ દિવસમાં જ મુંબઈની ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને ૫૦૦ સ્ક્વેર ફૂટનું મકાન આપવામાં આવશે. હું ૧૦ દિવસનો વાયદો કરી રહ્યો છું, પણ આ કામ ૨ દિવસમાં જ થઈ જશે.
સભા દરમિયાન રાહુલે કહ્યુ કે, નરેન્દ્ર મોદીજી ૧૫ લોકોને પૈસા આપે છે. પરંતુ ૨૦૧૯માં કોંગ્રેસ પાર્ટીની સરકાર જેવી આવશે તેવી જ હિન્દુસ્તાનનાં દરેક ગરીબ વ્યકિતને ભલે તે શહેરમાં રહેતો હોય કે ગામમાં, કોઈ પણ વિસ્તારમાં રહેતો કોઈ પણ ધર્મ કે જાતિનો હોય દરેક ગરીબને કોંગ્રેસ પાર્ટી મિનિમમ ઈનકમ ગેરંટી કરીને આપશે. જેનો અર્થ દર મહિને હિન્દુસ્તાની ગરીબનાં ખાતામાં કોંગ્રેસ પાર્ટીની સરકાર સીધા પૈસા જમા કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



