ચંદા કોચર અને તેના પતિ ઇડી સમક્ષ હાજર થયા

0
7

મુંબઇ,તા.૨
ICICI બેન્કના પૂર્વ ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર ચંદા કોચર અને તેના પતિ દીપક કોચર વીડિયોકોન કેસમાં આજે મુંબઈ ખાતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કચેરીએ હાજર થયા હતા. કથિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ઈડીએ બન્નેને બોલાવ્યા હતા. બપોરના સમયે ચંદા કોચર તેમજ તેમના પતિ દીપક કોચર બલાર્ડ એસ્ટેટ ખાતે આવેલી ઈડીની પ્રાદેશિક કચેરીએ પહોંચ્યા હતા.
અગાઉ શુક્રવારે ICICI-વીડિયોકોન કેસમાં ચંદા કોચર, દીપક કોચર અને વીડિયોકોનને એમડી વેણુગોપાલ ધૂતના રહેઠાણ તેમજ ઓફિસ સહિતના સ્થળો પર ઈડીએ દરોડા પાડ્યા હતા. આ દરોડા મુંબઈ તેમજ ઔરંગાબાદના પાંચ સ્થળો પર પાડવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. સૂત્રોના મતે વેણુગોપાલ ધૂતને પણ શનિવારે ઈડી પૂછપરછ માટે બોલાવે તેવી સંભાવના છે.
આઈસીઆઈસીઆઈ બેન્ક દ્વારા વીડિયોકોન જૂથને ૧,૮૭૫ કરોડની લોન મંજૂર કરવા બદલ લાંચ લીધી હોવાના આક્ષેપ હેઠળ ઈડીએ ચાલુ વર્ષે ચંદા કોચર, દીપક કોચર અને ધૂત સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.
આ સમગ્ર મામલો વિડિયોકોન ગ્રુપ દ્વારા ૨૦૧૨માં આઈસીઆઈસીઆઈ બેન્ક પાસેથી ૩,૨૫૦ કરોડ રૂપિયાની લોનનો છે. આ લોન કુલ ૪૦ હજાર કરોડ રૂપિયાનો ભાગ છે જેમાં વિડિયોકોન ગ્રુપ દ્વારા એસબીઆઇના નેતૃત્વમાં ૨૦ બેન્કો પાસેથી લેવામાં આવી હતી. વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત પર આરોપ છે કે, તેમણે ૨૦૧૦માં ૬૪ કરોડ રૂપિયા એનયુપાવર રીન્યુએબલ્સ લિમિટેડ(એનઆરપીએલ) આપ્યા હતા. આ કંપની ધૂત, દિપક કોચર અને બીજા બે અન્ય સંબંધીઓ દ્વારા સ્થાપવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY