‘યે હે મોહબ્બતેં’ બંધ થઇ જશે..?!!

0
1

મુંબઈ,તા.૪
દિવ્યાંકા ત્રિપાઠી તેમજ કરણ પટેલ અભિનીત સિરિયલ યે હે મોહબ્બતેં એક સમયે સ્ટાર પ્લસની ટોચની સિરિયલ ગણાતી હતી. આ સિરિયલને કારણે દિવ્યાંકા અને કરણને સ્ટાર એક્ટરનું સ્ટેટસ મળ્યું છે. જાકે હવે આ સિરિયલ ટૂંક સમયમાં બંધ થઈ જવાની છે એવા સમાચાર આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે ‘યે હૈ મહોબ્બતે’ આવતા મહિને એટલે કે એપ્રિલમાં ઓફ એર થશે. જા કે ચેનલ તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું નથી. આ શોના બદલે તેનો નવો શો ‘યે હૈ ચાહતે’ શરૂ કરાઈ તેવી શક્્યતા છે. શો ઓફ એર થવા અંગે વાત કરતાં દિવ્યાંકા ત્રિપાઠીએ કહ્યું કે હજુ સુધી કોઈ એક્ટર્સને જાણ કરાઈ નથી. પાંચ વર્ષથી ચાલી રહેલા આ શોમાં દિવ્યાંકા ઈશિતા ભલ્લાનો રોલ ભજવી રહી છે.
આ લોકપ્રિય ટીવી શો ૨૦૧૩માં શરૂ થયો હતો. છેલ્લા કેટલાક સમયથી ખરાબ પ્રદર્શનના કારણે મેકર્સે શો બંધ કરવાનો નિર્ણય લીધો છે. સ્ટાર પ્લસની સરખામણીમાં કલર્સ ચેનલની ટીઆરપી સારી છે. આ સ્પર્ધાને પહોંચી વળવા માટે ચેનલે કડક નિયમો બનાવ્યા છે. દિવ્યાંકા અને કરણ સિવાય અનીતા હસનંદાની, રૂહાનિકા ધવન, અદિતિ ભાટિયા પણ સીરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY