સલમાન ખાન એક્ઝિબિટર બનશે, ખરીદશે પોતાની જ જૂની ફિલ્મો

0
3

મુંબઈ,તા.૬
સુપર સ્ટાર સલમાન ખાન પોતાની અગાઉની જૂની ફિલ્મોના રાઇટ્‌સ ખરીદી રહ્યો હોવાની માહિતી મમળી હતી. એની કેટલીક અગાઉની હિટ ફિલ્મોના રાઇટ્‌સ હજુ જે તે ફિલ્મના નિર્માતાઓ પાસે છે.
સલમાન ખાનના પ્રવક્તાએ આ માહિતીને સમર્થન આપતાં કહ્યું કે સલમાન પોતાની ફિલ્મોનો પોતે એક્ઝિબિટર બનવાનું વિચારી રહ્યો હતો.
તાજેતરના ભૂતકાળમાં બનેલી મોટા ભાગની ફિલ્મોનો નિર્માતા સલમાન ખાન પોતે હતે એટલે એના રાઇટ્‌સ સલમાન પાસે જ છે. પરંતુ બીજી કેટલીક જૂની ફિલ્મોના રાઇટ્‌સ જે તે નિર્માતા પાસે છે. સલમાનના પ્રતિનિધિ આ નિર્માતાઓ સાથે વાતચીત કરી રહ્યા હતા.
આવી કેટલીક ફિલ્મો એવી પણ છે જેમાં દોસ્તી દાવે સલમાને કેમિયો કર્યો હોય અથવા મહેમાન ભૂમિકા કરી હોય.
બોલિવૂડમાં એવી પણ વાતો થઇ રહી છે કે ક્યાંક સલમાન પોતાની ટીવી ચેનલ ચાલુ કરવા તો નથી જઇ રહ્યો ને..?!! કે પછી પોતાનું અલગ આર્કાઇવ્સ સ્થાપી રહ્યો છે..? આ બાબતે સલમાનના પ્રતિનિધિએ કોઇ સ્પષ્ટતા કરી નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY