મુંબઈ,તા.૭
સાહેબ બીબી ઔર ગેંગસ્ટર-૩માં ચમકેલી હિટ જાડી જિમી શેરગીલ અને માહી ગીલ ફરી એકવાર પરદા પર સાથે ચમકશે એવી માહિતી મળી હતી.
જિમી છેલ્લે હેપ્પી ફિર ભાગ જાયેગીમાં દેખાયો હતો. એની અને માહીની જાડી ૨૦૧૮માં રજૂ થયેલી ફિલ્મ સાહેબ બીબી ઔર ગેંગસ્ટર-૩માં પંકાઇ હતી. બંનેની કેમિસ્ટ્રી પરદા પર સારી એવી વખણાઇ હતી.
હવે આ બંને ફરી એકવાર એક જારદાર એેક્શન ડ્રામા ફેમિલી આૅફ ઠાકુરગંજમાં દેખાશે એવી જાણકારી મળી હતી. ફેમિલી આૅફ ઠાકુરગંજનું શૂટિંગ ઉત્તર પ્રદેશના આકર્ષક લોકેશન પર થવાનું છે. આ ફિલ્મમાં રસપ્રદ પાત્રો, જારદાર એક્શન અને મસાલેદાર મનોરંજન હશે એવું એના સર્જકો કહે છે.
નિર્માતા અજય સિંઘ રાજપૂતની આ ફિલ્મના ડાયરેક્ટર મનોજ કે ઝા છે. ક્રિયેટિવ પ્રોડયુસર તરીકે પ્રિન્સ સિંઘ છે. આ આ ફિલ્મની સ્ક્રીપ્ટ દિલીપ શુક્લની છે અને સાજિદ વાજિદે એનું સંગીત તૈયાર કર્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




