મુન્દ્રા તાલુકાના વવાર ગામ માંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડતી આર.આર.સેલ

0
101

પોલીસ મહાનિરીક્ષક પિયુષ પટેલ બોર્ડર રેન્જ ભુજ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રોહીબિશન તેમજ જુગારની બદી નેસ્ત નાબુદ કરવાની પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ.રબારી ના માર્ગદર્શન હેઠળ આર.આર.સેલ ભુજના એ.એસ.આઈ નરેન્દ્રસિંહ જાડેજા હેડ કોન્સ્ટેબલ જેન્તી વાઘેલા હેડ કોન્સ્ટેબલ જગદીશસિંહ સરવૈયા,હેડ કોન્સ્ટેબલ દિનેશ ભટ્ટી,હેડ કોન્સ્ટેબલ મજીદ સમાં મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશન તેમજ જુગારના કેશો શોધવામાં હતા પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન એ.એસ.આઈ નરેન્દ્રસિંહ જાડેજા ને ખાનગી હકીકત મળેલ કે વવાર ગામ ના રામ આલા ગઢવી તથા ખેડોઇ ગામના ધર્મેન્દ્રસિંહ ઉર્ફે કાનો જાડેજા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી રહ્યો છે અને દારૂ બનાવે છે જે હકીકત ત્યાં જઈ રેઇડ કરાતા ઉપરોક્ત બંને ઇસમો હાજર મળી ન આવલ અને અન્ય બે ઈસમો નાસી જઇ સ્થાનિકે ૨૯૦ લિટર દેશી દારૂ કિંમત રૂ. ૫૮૦૦/- આથો લીટર ૨૪૦૦ કિંમત રૂ.૪૮૦૦/- તથા દારૂ બનાવવા માટે ના સાધનો કિંમત રૂ.૪૦૦/- કુલ્લે રૂપિયા રૂ.૧૧૦૦૦/- ના મુદ્દામાલ સાથે જપ્ત કર્યો હતો બે અજાણ્યા ઇસમો નાસી જઇ જ્યારે બાતમી વાળા બે શખ્સ હાજર ન મળ્યા હતા મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની એ.એસ.આઈ નરેન્દ્રસિંહ જાડેજા એ ચારેય ઇશમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આગળની કાર્યવાહી મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનને હાથ ધરી છે

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY