મુરાદાબાદ,તા.૧૨
પોલીસ જો તેની સત્તાનો સારો ઉપયોગ કરે તો વાંધો નથી પણ પોલીસ કિયારેક દંબગાઈ ઉપર ઉતરી જતી જોવા મળે છે. શામલીમાં રેલવે પોલીસનો શર્મસાર કિસ્સો સામે આવ્યો છે. અહીંયા રેલવે પોલીસે એક પત્રકારને ઢોર માર માર્યો છે. મળતી જાણકારી પ્રમાણે પત્રકાર ટ્રેન પટરી પરથી ઉતરી ગઈ એવું કવરેજ કરવા માટે ગયો હતો. ત્યારે જ રેલવે પોલીસે આ પત્રકારને ઢીબી નાખ્યો અને આ સમગ્ર ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે.
વધુમાં પત્રકારનો એવો પણ આરોપ છે કે આ રેલવે પોલીસે મને એક રૂમમાં પુર્યો
આભાર – નિહારીકા રવિયા પછી મારા કપડાં ઉતાર્યા અને મને પેશાબ પણ પીવડાવ્યો. પત્રકાર કહે છે કે અમારો કેમેરો પણ તોડી નાખ્યો હતો. કેસ સામે આવ્યાં બાદ રેલવે પોલીસના એસએચઓ અને કોન્સટેબલને સસ્પેન્ડ કરવમાં આવ્યાં છે. બબાલ વધી જતાં મુરાદાબાદનાં જીઆરપી ઘટનાં સ્થળે પહોંચી ગયા અને ૨૪ કલાકમાં બધા રિપોર્ટ આપવાનો ઓર્ડેર કર્યો છે.
જેટલી જાણકારી મળી એ પ્રમાણે જા વાત કરીએ તો શામલીમાં જીઆરપી રાકેશ કુમારની હાજરીમાં આ બધી ઘટનાં બની છે. એટલું જ નહીં પત્રકારનો તો એવો દાવો છે કે આ બધા પોલીસ મને જીઆરપીનાં ઈશારે જ મારતા હતા. પોલીસ સ્ટેશનમાં બંધ કર્યો અને કપડાં કાઢીને માર્યો.
પત્રકારનું કહેવું છે કે મને જાણકારી મળી કે ટ્રેનમાં કંઈક વાંધો છે તો હું ઘટનાની કવરેજ કરવા માટે ત્યાં પહોંચ્યો હતો અને ત્યાં જતા જીઆરપી રાકેશ કુમારે મારો વિરોધ કર્યો અને ઘટનાને કવરેઝ કરવાની ના પાડી. મે નાં પાડી તો રાકેશ કુમારનો ગુસ્સો આસમાને પહોંચી ગયો અને પછી મારી મારપીટ કરવાનું શરૂ કર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



