ગોમતીપુરમાં સામાન્ય અદાવતમાં પિતરાઈ ભાઈએ ભાઈની હત્યા કરી

0
8

અમદાવાદ,તા.૧
ગોમતીપુર વિસ્તારમાં સામાન્ય અદાવતમાં પિતરાઈ ભાઈએ ભાઈની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. નોકરીમાંથી કાઢી મુકવા બાબતે બે ભાઈઓ વચ્ચે અણબનાવ હતો. જે અંગે મામલો વણસી જતાં યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. બનાવ બાદ મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાની ના પડી હતી. હાલ આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસે મળતી માહિતી પ્રમાણે ગોમતીપુર વિસ્તારમાં આવેલી હાથી-ગફારની ચાલીમાં એક પિતરાઈ ભાઈ મોહમ્મદ આરીફે જ તેના મામાના છોકરા અહમજરજા પર જીવલેણ હુમલો કર્યો હતો. જેથી અહમદરજા નામના યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી. અહમદરજાને સારવાર માટે નારાયણા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. પરિવારજનો હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કર્યો હતો. હાલ પોલીસે આરીફ મોહમ્મદ નામના આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY