‘મુસ્લિમ પાર્ટી’ વિવાદ વચ્ચે રાહુલે કર્યું ટ્વિટ ; ‘હું કોંગ્રેસ છું…’

0
28

ન્યુ દિલ્હી,તા.૧૭
ઘર્મના આધાર પર ચાલુ થયેલો વિવાદ અટકવાનું નામ લઇ રહ્યો નથી. ‘મુસ્લિમ પાર્ટી’ વાળા વિવાદ પર હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાક કર્યો છે.
એમને કહ્યુ ‘હું પંક્તિની છેલ્લી લાઇનમાં ઊભેલા વ્યક્તિની સાથે ઊભો છું. હું શોષિત, વંચિત અને હેરાન થઇ ગયેલા લોકો સાથે છું. મારા માટે આ લોકોના ધર્મ, જાતિ અથવા વિશ્વાસની સમસ્યા તુચ્છ છે. હું એમના દુખને જાવું છું અને ગળે લગાડું છું. હું નફરત અને ડરને દૂર કરું છું. હું દરેકને પ્રેમ કરું છું. હું કોંગ્રેસ છું.’
તો બીજી બાજુ ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલના આ ટ્વિટ પર ફરીથી પ્રહાર કર્યો છે. એમને કહ્યુ કે રાહુલ ગાંધી કોંગ્રેસને મુસ્લિમ પાર્ટી કહેનાર નિવેદન પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાની જગ્યાએ મૂંઝવણ વધારી રહ્યા છે. છેલ્લા બે દિવસથી લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે અને સ્પષ્ટીકરણ માંગી રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી એનો સટીક જવાબ આપી રહ્યા નથી.
જણાવી દઇએ કે તાજેતરમાં જ રાહુલ ગાંધીએ મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે મુલાકાત કરી હતી અને કોંગ્રેસને મુસલમાનોની પાર્ટી કહી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના આઝમગઢમાં રેલીને સંબોધિત કરતાં પ્રહાકર કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY